પ્રેમ ની પરિભાષા - ૨૧ . ઘટસ્ફોટ

(21)
  • 1.8k
  • 1
  • 631

કરણ સુર્ય ને નીહાળી રહ્યો હતો . તેના જીવન મા પ્રકાશ ફેલાય તે માટે તેણે ઘણી પ્રતીક્ષા કરી હતી . આજે તે દીવસ આવ્યો હતો જ્યારે તેના સંયમે તેને ન્યાય અર્પ્યો હતો બસ હવે તૈયાર થઈને ઘોડા પર સવાર થઈ ને અંજલી ને મેળવવા પહોંચે તેટલી જ ક્ષણો તેની અને અંજલી ની આડે હતી . તેણે આજુબાજુ નજર ફેરવી તો બધા તૈયારી ઓ કરી રહ્યા હતા , કોઈ પોતે તૈયાર થઈ રહ્યુ હતુ , તો કોઈ કરણ માટે તૈયારી કરી રહ્યુ હતુ . સ્ત્રીઓ શણગાર સજી ને કોઈ ને મંત્રમુગ્ધ કરવા તત્પર હતી , લગ્ન મા વ્યસ્ત થવુ ,