ઇતિહાસ બની ગયેલી ભારતની સેવાનિવૃત્ત સબમરીન્સ વિશે જાણવા જેવું : ભાગ - ૨

(12)
  • 3.1k
  • 1
  • 862

ગયા અંકમાં આપણે હાલ રીટાયરમેન્ટ ભોગવી રહેલી અથવા હવે અસ્તિત્વમાં જ નથી રહી એવી, ભારતીય નૌકાદળમાં મોભાપાત્ર કાર્ય બજાવી ચૂકેલી ત્રણ ખૂંખાર સબમરીન્સ કલ્વરી, કરંજ અને ચક્ર સાથે રૂબરૂ થયા. તેમની આંતરિક રચના વિશે બ્રિફ નોલેજ મેળવ્યું. કાર્યપ્રણાલી જાણી અને થોડી વાતો જાણી. હવે એવી જ બીજી નિવૃત્ત સબમરીન્સ અંગેનો આ ભાગ બીજો અત્રે પ્રસ્તુત છે. શરૂઆત કરીએ સૌપ્રથમ સબમરીન ‘કુરશુરા’થી. (૪) INS કુરશુરા (S-20) : INS કુરશુરા/Kursura નું નામ ભારતીય ઈતિહાસ સાથે ભવ્ય રીતે જોડાયેલું છે. અલબત્ત, ગયા અંકની ત્રણેય સબમરીનોને આંટી જાય એવી ફરજો કુરશુરા બજાવી ચૂકી છે. રોમાંચ પૂરતું માત્ર એક વાક્ય જોવું હોય તો