હતો એ મારો ઉત્સવ અને મારી હાજરી નહોતી

  • 5k
  • 1
  • 915

હતો એ મારો ઉત્સવ અને મારી જ હાજરી નહોતી કોલેજના સુંદર દિવસો ચાલી રહ્યાં હતાં. સરસ હરિયાળા વાતાવરણ વચ્ચે કોલેજની એ માણેલી ક્ષણો આહ્લાદક અને રંગીન હતી. આમેય યુવાની હોય છે ત્યારે બધું રંગીન જ લાગતું હોય છે. વાતાવરણ ભલે રંગબેરંગી હોય અને કોલેજમાં ભલે સ્કુલની સરખામણીમાં ખાસ્સી આઝાદી હોય પરંતુ વિજ્ઞાનના વિદ્યાર્થીઓએ કોલેજની ઉચ્ચ ડીગ્રી મેળવવા ખાસ્સો સંઘર્ષ કરવો પડતો હોય છે. આ કોલેજમાં મગજ ફેરવી નાંખે એવા અઘરા સમીકરણો ભેજામાં ઠુંસવાનું વળતર ચુકવ્યા પછી જ ભૌતિકવિજ્ઞાનમાં અનુસ્નાતકની ડીગ્રી મળતી હતી. આ ઠુંસણખોરીથી મગજને સખત થાક લાગતો પણ કોલેજ એવા તો સુંદર વાતાવરણમાં ઉભી હતી કે ત્યાંની હવા