રાત્રી ના અંધકાર મા તૃષા ના ઘરે પહોંચતા જ બધા ને લાગ્યુ કે પહોંચતા ઘણુ મોડુ થઇ ગયુ છે . રાત ના નવ વાગી ચુક્યા હતા ને અંદર થી શ્લોકો ના આવી રહેલા ધ્વની પરથી એવુ લાગ્યુ કે વરરાજા મંડપ સ્થળે પહોંચી ગયા હશે . રુદ્ર ના મુખ પર હજુ ક્યો ભાવ છે તે કળી શકાય તેમ ના હતુ . તેની વિચારવા ની ક્ષમતા હણાઇ ગઇ હતી , એટલે તેને ગાડી મા જ બેસાડી ને સૌમ્ય અને ડી બન્ને નિચે ઉતર્યા . તે બન્ને ને દરવાજા પર ઉભેલા ચોકીદાર સાથે રક્જક કરતા જોઇ ને રુદ્ર