પર્સન્ટેજ

(31)
  • 3.2k
  • 2
  • 1.1k

એક બાળક લોહી નીતરતું, માથા પર પટ્ટી, હાથમાં પ્લાસ્ટર, બાળક માત્ર દસ,બાર વર્ષનું, ચહેરા પર ડર અને અપાર પીડા, ત્રાસેલુ એ બાળક કાન પર હાથ દઈ ચીસો પાડતુ "મમ્મી, સોરી હું બીજી વાર હું મહેનત કરીશ સારા પર્સન્ટેજ લઈ આવીશ પ્લીઝ મને છોડી દે બહુ દુખે છે, મને ન માર પ્લીઝ". "હું બીકથી જાગી ગઈ આ તો માત્ર સપનું હતું પણ મારા હાથ પગ ઠંડા થઇ ગયા હતા હું ધ્રૂજતી હતી. બીકથી મારાથી ચીસાચીસ થઈ ગઈ, બાજુમાં સુતેલા મારા પતિ ગૌરવ સફાળા જાગી ઉઠ્યા. મેં તેમને મારા સપનાની વાત કરી તેમણે મને પાણી પાયુ અને કહ્યું કે નવું ઘર