નાયિકા, ખરેખર નાયિકા જ

  • 2.2k
  • 2
  • 944

મેખલા બધું કામ પતાવી બેડરૂમમાં ગઇ. પોતાના કાંડે બાંધેલું ઇન્સ્ટ્રુમેન્ટ ગોઠવી ચાલુ કરતા આખો રૂમ પ્રકાશથી ભરાય ગયો. ભીંત પર આખી સ્ક્રીન આવી ગઈ. મેખલાએ હુકમ કર્યો "કોલ શુભ્ર" આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ધરાવતાં ઇન્સ્ટ્રુમેન્ટે શુભ્રને વિડીયો કોલ લગાવ્યો. સામે શુભ્ર પણ મેખલાનાં કોલની રાહ જોતો હતો. હજી 15 દિવસથી મેખલા અને શુભ્રનાં લગ્નની વાત ચાલતી હતી. બધુ જ બરાબર હતુ. બન્ને કુટુંબો પણ રાજી હતાં. અને ટૂંક સમયમાં જ સગાઈ નક્કી થવાની હતી. શરૂવાતની ઔપચારિક વાતો બાદ મેખલા મુદ્દા પર આવી. "શુભ્ર, હું તમને એક વાત સ્પષ્ટ કરી દેવા માંગુ છું કે હું તમને પ્રેમ આપવા કમીટેડ છું, હું તમને અઢળક