પ્રેમ નું પોલિટિક્સ

(8.1k)
  • 2.8k
  • 1
  • 1.4k

રૂડા શરણાઈ ને ઢોલ વાગી રહ્યા હતા, ગોમૅગોમ થી લોકો આવતા હતા, હાત હાત દન થી બધા એકજ રહોડે જમતા હતા. તાલુકા મથક ને જોડતા બધા રોડ શણગારવામાં આવ્યા હતા, આજ બિલકુલ માની ન શકાય એવી ઘટના ઘટવા જઇ રહી હતી. અપેક્ષા ના વિકાસ જોડે લગન થવાના હતા,અપેક્ષા અને વિકાસ બંને એકજ કૉલેજ માં જોડે ભણતા હતા અને બંને વચ્ચે પ્રેમ થઈ ગયો. કોલેજ માં આ જોડી અલગ જ તરી આવતી, મોટાભાગનો સમય આ બંને જોડેજ હોય, બીજીબાજુ એમના ઘરનાં સભ્યો આ બાબત થી સાવ અજાણ હતા.