અંગારપથ. - ૧૪

(264)
  • 8.6k
  • 22
  • 6k

અંગારપથ-૧૪. પ્રવીણ પીઠડીયા. થથરી ગયો બંડુ. સૌથી અગત્યની ફાઇલ જ ગુમ છે એ કહેતા તેની જીભ ઉપડતી નહોતી. ડગ્લાસ રાક્ષસ હતો. તે ક્યારેય કોઇને બક્ષતો નહી. પછી ભલે એ પોતાનો સાવ અંગત માણસ કેમ ન હોય! ફુલ થ્રોટલમાં ચાલતા એ.સી.માં પણ બંડુનાં શરીરે પરસેવો વળી ગયો. “બોસ, ક્લાયંટ વાળી ફાઇલ ગુમ છે. પણ હું એનો જલદી પત્તો લગાવી લઈશ.” બંડુનાં ગળામાંથી માંડ-માંડ આટલા શબ્દો નિકળ્યા હશે કે ઓફિસમાં ભૂકંપ આવ્યો. ડગ્લાસ એકાએક ઉભો થઇ ગયો હતો એને તેણે એક ઝન્નાટેદાર થપ્પડ બંડુના ગાલે ઠોકી દીધી. બંડુ હલી ગયો અને આપોઆપ તેના પગ પાછળની તરફ ધકેલાયા. ડગ્લાસની એક જ