પ્રેમની અભિવ્યક્તિ

(19)
  • 2.2k
  • 2
  • 733

(મારા અનંત પ્રેમની લાગણીઓને અભિવ્યક્ત કરવા દોટ મૂકી ગયો,પરંતુ એ મને નજરઅંદાજ કરી આગળ વધી ગઈ.) (એક પળમાં લાગણીઓની વમળોમાં ગૂંથાયેલો,અશ્રુભીની આંખો ભરી રસ્તા પર દોટ મૂકી. દુનિયાની અસમંજસથી સંડોવાયેલો જાત-ભાત ભરી જાકમજાળથી દૂર નીકળી ગયો હતો. મનમાં હજારો પ્રશ્નો જાગ્યા અને લાખ નફરત છલકાઈ હતી આ લાગણીઓના ખેલ ભર્યા સંબંધો થકી. ખૂદથી દૂર ભાગતા એટલો દૂર પહોંચી ગયો હતો કે એની વાસ્તવિકતાને પાછળ મૂકી ગયો.) થંભી ગયો, મંદ મંદ લહેરાતા વાયરાએ મારા અશ્રુ લૂછયાં. વૃક્ષોની પેલેપાર થી આવતી એ સોનેરી કિરણોએ જાણે મારા માનસપટ પર પ્રકાશ રેળાવ્યો, મધૂર કલરવનો સ્વર મારા હૃદય-મનને શાંત કરી રહ્યો હતો, કળ-કળ વ્હેતું ઝરણું