અણસાર

(34)
  • 4.8k
  • 1
  • 1.2k

એક અણસારનો પડદો છે ને ઘર ખુલ્લું છે,રોજ બત્તીનો સમય છે અને અંધારું છે. ભૂખરાં વાદળો સાથે કરો તારા-મૈત્રી ક્યાં કોઇ ખાસ પ્રતીક્ષામાં ભીંજાવાનું છે ખીણમાં રોજ ગબડવાનું છે ખુલ્લી આંખે ને ફરી ટોચ સુધી એકલા ચડવાનું છે કોઇ પછડાટ નહીં, વ્હાણ નહીં, ફીણ નહીં સંગે-મરમરની લહેરોમાં તણાવાનું છે આ નગરમાં તો સંબંધોના ધૂમાડા જ ખપે અહીંયાં ઊર્મિ તો અગરબત્તીનું અજવાળું છે. – જવાહર બક્ષી સંગીતાને માથે ઓઢવાની આદત નહોતી. માથે ઓઢેલા દુપટ્ટામાંથી બહાર સરળતાથી જોઈ શકાતું નહોતું. બસનું પગથિયું દેખાતું નહોતું.. ધૈવતે હાથ આપ્યો ને બંને બસમાં બેઠા. આવો જ એક હાથ પકડીને આંખમાં એક સપના સાથે ૩ વર્ષ