સ્ત્રી સ્વતંત્રતા ૨૦૫૦

(14)
  • 2.6k
  • 1
  • 999

સ્ત્રી સ્વતંત્રતા વિદ્યા બાયોટેક કંપનીની માલિક વિદ્યા ૪૦ વર્ષની આસપાસની ઉંમરની અપરિણીત મહિલા હતી. વિદ્યા બાયોટેક વિશ્વની ટોચની કંપનીઓમાં સ્થાન પામે એ સમય હજી થોડો દૂર હતો. હાલ તો વિદ્યા એક સ્મોલ બિઝનેસ વુમન હતી, છતાં બાયોટેકનોલોજીના એક હોનહાર વૈજ્ઞાનિક તરીકે જાણીતી હતી. વર્ષ ૨૦૪૦માં ૩૦ વર્ષની ઉંમરે એણે ભારતના ટેક સીટી એવા બેંગલોરમાં વિદ્યા બાયોટેક શરૂ કરી એ વાતને ૧૦ વર્ષ પુરા થઇ ગયાં હતાં. અત્યારે વર્ષ ૨૦૫૦ ચાલી રહ્યું હતું. ૧૦ વર્ષમાં વિદ્યા બાયોટેકે એની સ્ટેમ સેલ ન્યુટ્રિશન ટેકનિકથી સારી એવી નામના પ્રાપ્ત કરી હતી. આ ટેકનીક દ્વારા બનાવેલ દવાઓ પ્રેગનન્ટ મહિલાઓને આપ્યા પછી બાળકના વિકાસનો દર