સમુદ્રાન્તિકે - 14

(63)
  • 6.1k
  • 8
  • 4k

બેલી લીમડા તળે બેસીને કાંસાની થાળી સાફ કરતી હતી. હું ઝાપામાં પ્રવેશ્યો. બેલીએ માટીવાળા હાથની હથેળીના પાછળના ભાગથી મુખ પર આવી જતાં વાળ પાછળ ખેસવ્યા અને મુખ નમાવીને ઓઢણી આગળ ખેંચી. ‘આવી ગ્યો? કાંય ખબર પડી, વીરા?’ ‘ખબર તો પડી. પણ કંઈ સમાચાર નથી આવ્યા.’ ‘આવશે એની રીતે. હાલ, રોંઢો કરી લે.’ તેણે સાફ કરેલી થાળી ઓટલા પર મૂકી. ‘તું?’ મેં બેલી સામે જોયું.