પ્રતીક્ષા

(42)
  • 2.6k
  • 3
  • 934

ઓહ ! સાત વાગી ગયા ! એ આવી ગયા હશે તો પાછી સવાર બગડશે. રચના બ્રશ પણ કર્યા વિના સીધી જ રસોડા માં ઘુસી ગઈ. આલાપ મોર્નીંગ વૉક લેવા જાય અને આવે ત્યારે ગરમ પાણી ને મધ પીએ. રચનાએ પાણી ગરમ કરી ટેબલ પર મૂક્યું. મધની બોટલ.. ચમચી ને ગ્લાસ મૂક્યા. ને પોતે બ્રશ કરવા ગઈ. નિત્યક્રમ પતાવ્યા છતાં પણ આલાપ હજુ આવ્યા નહોતા. આજે કેમ મોડા હશે ? રચના વિચારી રહી. લાવ ફોન કરી જોઉં. ના... ના પાછા ગુસ્સે થશે. એના કરતા નાસ્તો બનાવીને મૂકી દઉં. આટલા મોડા કંઈ મધને પાણી થોડા પીશે ! એ તો ચા-નાસ્તો જ માગશે.