સમુદ્રાન્તિકે - 19

(49.7k)
  • 12.1k
  • 1
  • 6.1k

સૂર્ય માથા પર આવ્યો અને સરકીને નમવા તરફ ચાલતો થયો ત્યારે બધા પૂછવા લાગ્યા. ‘એકલીયા હનુમાન ક્યારે આવશે?’ માહિતી પ્રમાણે તો મંદિર દરિયાકિનારાની સડક પાસે જ છે અને સાંજ ઢળતાં સુધીમાં આવી જવું જોઈએ. પણ અમે બપોરે જમવા બેઠા તે સ્થળે સમય વધુ ગાળ્યો એથી ઉતાવળે પહોંચવા પ્રયત્નો કરવા પડે છે.