સમુદ્રાન્તિકે - 25

(79)
  • 7.7k
  • 1
  • 3.8k

અવલને જ્યારે બાવાએ કહેલી અનંતમહારાજના ક્રોધની વાત જાણવા મળી કે તરત તેણે પગીને ખેરા મોકલ્યો. ‘છોકરાઓને તેડી લાવો. મુખી તેમને મોકલે ત્યાં સુધી રાહ નથી જોવી.’ દરિયો તો રોજના જેવો જ, શાંત, ગંભીર લહેરાય છે. પણ અવલની હલચલ વધી ગઈ. તે કવાર્ટર પર આવી. પહેલી જ વખત તે મારા ટેબલને અડી. કોરો કાગળ શોધ્યો. પેન્સિલ લીધી અને કંઈક લખવા માંડી. થોડી વારે કાગળ મારા હાથમાં મૂકીને કહે: ‘કાલ ને કાલ આટલી વસ્તુ લાવી આપો.’