21 મી સદી ના અભણ લોકો !!

(24)
  • 3.8k
  • 1
  • 895

શહેર ની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ નો એ એક્સિક્યુટિવ રૂમ. રાત ના 2.00 વાગ્યા છે. પરંતુ હજુ શાલું ની આંખ માં જરા પણ ઊંઘ નથી. અથવા તો એમ કહી શકીએ કે વિચારો નું વાવાઝોડું એને ઊંઘ આવવા દેતું નથી. શાલું ની નજર અચાનક રૂમ માં લગાડેલા પેઇન્ટિંગ તરફ જાય છે. જેમાં એક માસુમ બાળક માતા ના ખોળા માં બેઠેલું છે. અને માતા એ બાળક ને એવી રીતે બેસાડયું છે કે બાળક ને દુનિયા ની કોઈ પણ મુશ્કેલી આવે તો જરા પણ ડર લાગવાનો નથી,બાળક એટલું સલામત સમજે છે પોતાને એની માતા ના ખોળા માં. શાલું પણ વિચારવા લાગી કે મારુ બાળક