મુસ્કાન

(26)
  • 3.3k
  • 4
  • 864

હું વસ્તુ મોંઘેરીને જાજરમાન વહેંચુ છુંપેલા ઈમાન વેંચે છે ને હું મુસ્કાન વહેંચુ છુંતડકો એની મોજમાં તપી રહ્યો હતો ને પવન એ તાપમાં પણ ઠંડી પીરસતો હતો. તાસ પૂર્ણ થયો એટલે હું ક્લાસમાંથી બહાર આવ્યો. એ મને ગમતો કલાસ ધોરણ ૮. હું બહાર નીકળી તડકા-પવનની રમત જોતો હતો ત્યાં પાછળથી અવાજ આવ્યો "સર".તેર વર્ષની એ છાત્રા, મુખે સદાકાળ હાસ્ય, ભણવામાં તીવ્ર ને બોલવામાં છૂટી ગયેલું તીર. વર્ગમાં સૌથી વધુ બોલકી પણ ચેહરો માસૂમ. જેવા ગુણ એવું જ નામ "મુસ્કાન". "સર, આ ફકરો લખવાનો કે નહીં? " બુક લઈ મુસ્કાન મારી નજીક આવી. મેં હા પાડી. બુક બંધ કરી તે હસ્તી કૂદતી