બડે પાપા - નવલકથા - પ્રકરણ - ૨૨

  • 2.7k
  • 3
  • 897

છોકરા જોવાની પ્રક્રિયા જારી હતી . કાંઈ કેટલાય છોકરા નિહાળ્યા હતા . પણ ક્યાંય વાત જામતી નહોતી . કેટલાય છોકરાઓએ ક્ષમતાને નાપસંદ કરી હતી . ક્ષમતાને પણ છોકરા પસંદ આવતા નહોતા . એકાદ બે જગ્યાએ વાત બનવાની સંભાવના જાગી હતી . પણ દહેજ નામના દૈત્યએ ખલનાયક બની તેમની આશા પર પાણી રેડી દીધું હતું ! આખરે તેમની આશા રંગ લાવી હતી . ક્ષમતાની સગાઈ થઈ ગઈ હતી . સત્યમે સાદાઈથી લગ્ન કરવાની વાત સ્પષ્ટ કરી દીધી હતી . છોકરાવાળાએ સત્યમની વાત માની પણ લીધી હતી . અને તેણે નિરાંતની લાગણી અનુભવી હતી .દીકરી ઠેકાણે લાગી રહી હતી . આ બદલ સત્યમે