મહાબળેશ્વર ના પ્રવાસે - અ ફેમિલી ટુર (ભાગ-9)

(19)
  • 3.5k
  • 2
  • 1.3k

"અરે તારે નહાવાનું બાકી હોય તો નહાવા જા ચાલ......""જમવાનું કોણે બાકી છે રેડી થઈ ગયા હોય તે જમવા બેસો......" હું સૂતો હતો ને ઊંઘ માં જ આવા અવાજો સંભળાતા હતા ત્યા મારી આંખ ખુલી અને ઉભા થઇ ને ઘડિયાર મા જોયું તો સવાર ના 6:00 AM ઉપર થઇ ગયું હતું સાથે આજુબાજુ મા જોયું તો 1-2 વ્યક્તિ ને છોડી ને લગભગ બધા જાગી ગયા હતા એટલે હું પણ ફરી સુવાનું ટાળી ને ઉભો થઇ ગયો... ઝડપી ઉભા થઈ ને મોઢું ધોયું પણ બીજું કોઈ નહાવા ગયું હોવાથી નહાવા માટે વેઇટિંગ ચાલતું હતું અને આ વેઇટિંગ લિસ્ટ માં આપણો વારો દૂર હતો એટલે...