એક સંબંધ આવો પણ હોય છે.

(37.7k)
  • 6.1k
  • 1
  • 1.5k

શોપિંગ માં ગયેલા શીના અને વિજય રાખડી લેવા માટે એક દુકાને જાય છે. “આ રાખડી જોવો તો! કેવી છે? મારા ભાઈને ગમશે ને? શું લાગે છે?” શીનાએ વિજયને પૂછ્યું. વિજય બોલ્યો “શીના ગાંડી થઈ ગઈ છે કે શું? રૂપિયા 800 ની રાખડી? આટલી મોઘી?” વિજય દુકાનવાળા જોડે વાત કરતાં બોલ્યો “ઓ ભાઈ થોડી સસ્તી હોય તો બતાવોને! અને સસ્તી ના હોય તો થોડું વ્યાજબી ભાવ કહો આટલી મોઘી તો હોતી હોય?” ત્યાંજ દુકાનદારે “FIX RATE” ના બોર્ડ સામું આંગળી બતાવતા કહ્યું, “ભાઈ ભાવ નહીં થાઈ, અમારો ભાવ આખા માર્કેટમા વ્યાજબી જ હોય છે. એટલામાં શીના ભડક