બંધ પરબિડીયું

(23)
  • 3.6k
  • 2
  • 878

વરસાદ હમણાં જ બંધ પડ્યો હતો, પણ મારી અંદર ના તોફાનો હજીય ચાલુ હતા. આકાશ પણ ઘેરાં વાદળો થી ઢંકાયેલું હતું. માણસ પોતા ની મનોસ્થિતિ પ્રમાણે કુદરતમાં ભાવ શોધી લેતો હોય છે. આજે ઉદાસ લાગતું આ વરસાદી વાતાવરણ એ દિવસો માં મને કેવું મનમોહક લાગતું હતું! બાળપણ ની એ મધુર સ્મૃતિઓ માં હું હજુ તો ખોવાઉં એ પહેલા જ ડ્રાઈવરનો અવાજ સંભળાયો. “શેઠ, બાર કિમી રહ્યા હવે.. બસ દસેક મિનીટ માં પહોંચી જશું ગામડે.” હું ઠાવકાઈ થી થોડું હસ્યો, કહ્યું “વર્ષો પહેલા અહી સાઇકલ ના ટાયરો ઘસી કાઢ્યા છે, અહીં ની ધૂળ માટી થી ય વાકેફ છું, જીવણ.. મામા નું