નમણી પણ, નબળી નહીં

  • 3.3k
  • 1
  • 937

નમણી પણ,નબળી નહીં- @ રવીન્દ્ર પારેખસ્ત્રી,નારી,ઔરત,female...વગેરે અનેક નામે મહિલા ઓળખાય છે.અનેક કથાઓ,દંતકથાઓ,ઉપકથાઓમાં મહિલાની ઉત્પત્તિ વિશે વાતો થઇ છે.આદમની પાંસળીમાંથી ઈવ ઉત્પન્ન થઇ એવી કથા પણ છે.હિંદુ પુરાણોમાં દેવ-દેવીની પણ અનેક વાતો છે.વરાહ,વામન,મત્સ્ય,નૃસિંહ,પરશુરામ,રામ,કૃષ્ણ જેવા અવતારો થયા છે.એ વિષ્ણુના અવતારો છે.લક્ષ્મીના અવતારો નથી.પશુ,પંખીઓમાં નર અને માદા રૂપે બે જાતિઓ અલગ ઓળખાઈ છે.આ બધામાં એક વાત સ્પષ્ટ છે કે પશુપંખી કે મનુષ્યમાં નર,સશક્ત,કદાવર,રક્ષક,આક્રમક,નિર્ણાયક સામાન્ય રીતે ગણાયો છે. અથવા સ્ત્રી નાજુક,નમણી,માતૃત્વ ધારણ કરનારી સાધારણ રીતે ગણાઈ છે.આમ નાજુક હોવામાં સ્ત્રીને વેઠવાનું વધારે આવ્યું છે.બળીયાના બે ભાગ-ની જેમ પુરુષ ભોગી,સત્તાભૂખ્યો,શોષણખોર વધુ રહ્યો છે ને નારી ભોગ્યા,સમર્પિત ને શોષિત વધુ રહી છે.પિતૃસત્તાક માનસનાં આ પરિણામો છે. આ સારું છે કે