પરચુરણ..

(17)
  • 3.9k
  • 2
  • 971

જય હિંદ ની આજની રવિ પૂર્તિ મા મારી વાર્તા. (28/07/2019)પરચુરણ... (વાર્તા ) દિનેશ પરમાર “નજર”______________________________________વ્રુક્ષો ,પંખી , પગલાં , ફુલો,વાદળ છે હસવાનું છળ.ત્રીસ જ પૈસાના પરબીડીયે પ્રેમ બની વસવાનું છળ.એક સમયની શેરી વચ્ચે અતીત જઈને રડતો,એજ સમય પર હજી અગાસી રોજ કરે હસવાનું છળ.-ધૂની માંડલિયા----------------------------------------------------------------લક્ષ્મીનારાયણ સોસાયટી ના નાકે એક ઘટના બની ........થયું એવુ કે સોસાયટી ને નાકે રોડની બંન્ને તરફ હારબંધ ઇલેક્ટ્રોનિકસની દુકોનોની વચ્ચે આવેલ "બનારસ પાન હાઉસ" ની બહાર ફુટપાથ પાસે ઉભેલી કચરા-ગાડી માં ,પાનના કચરા ની ડસ્ટબીન ઠાલવવા ગયેલા રામઅવતાર ચોરસિયા ની પાસે ધસી જઇ સોસાયટી ના તેર જ વર્ષના મનિષ નામના છોકરા