શું તમને રિવ્યુ વાંચીને મૂવી જોવાની ટેવ છે?

(38)
  • 2k
  • 1
  • 749

આર્ટીકલનું શીર્ષક વાંચીને કદાચ તમને નવાઈ લાગશે કે માતૃભારતી પર લગભગ એક વર્ષથી પણ વધુ સમયથી રેગ્યુલર ફિલ્મોના રિવ્યુ આપનાર વ્યક્તિ જ આવો સવાલ કરી રહ્યો છે? તો આ સવાલનો જવાબ એક જ છે કે આ રિવ્યુ આપનાર વ્યક્તિ છેવટે તો ફિલ્મપ્રેમી જ છે અને તેને પોતાના રિવ્યુ કરતા તેના વાચકો રિવ્યુ વાંચીને અને તેના પર નિર્ણય લઈને કોઈ ફિલ્મ જોવી કે ન જોવી તેનો નિર્ણય ન લે એની ચિંતા વધારે છે. એ વાતમાં અથવાતો એ હકીકત સ્વીકારવામાં કોઈને પણ શંકા ન હોવી જોઈએ કે આપણે ત્યાં સારી ફિલ્મો કરતા નાખી દેવા જેવી ફિલ્મો વધુ બને છે. પ્લસ આજના યુગમાં