નો ખટપટ ઑન્લી નટખટ શ્રી કૃષ્ણ

(17)
  • 3k
  • 3
  • 490

નો ખટપટ ઓન્લી નટખટ : શ્રી કૃષ્ણ કૃષ્ણ.કૃષ્ણ.કૃષ્ણ. કહેવાય છે કે કોઈપણ શબ્દની ત્રી-આવૃત્તિ થાય એટલે એ 'પરફેક્ટ આન્સર' બની જાય. બસ આજ આપણા ફલેક્સિબલ સુપરસ્ટાર, લોકલાડીલા, બિનહરીફ ચૂંટાયેલા, લોકપ્રિયતાની પરાકાષ્ઠાએ બિરાજેલા, કોઈપણ સ્થિતિમાં કમ્ફર્ટેબલ થઈ ખંભે હાથ રાખીને કાનમાં કહે કે, "..મારી રાહ ન જોતો...જીવનમાં સંઘર્ષ તો તારે જ કરવો પડશે...મારી પૂજાનું ફળ 'સંઘર્ષ-મુક્તિ' તો હોય જ ન શકે.." ખરા ટાણે દિવ્ય-દૃષ્ટિ અર્પનાર, પ્રેમ મર્મને જીવંત રાખનાર અને જુવાનીયાઓના મોબાઈલમાં પણ વોલ-પેપરમાં ચમકનાર, આપણી અસ્ત-વ્યસ્ત ધાર્મિકતાને હસતાં ચહેરે સ્વીકારનાર, ભક્તોની અનુકૂળતાએ પોતાની દિનચર્યા ચલાવનાર, વાતે-વાતે 'કૃષ્ણને રાધા ન મળી' એવી અજ્ઞાની માનસિકતાને સાંભળનાર, આપણાં સ્વાર્થીપણાને પણ મંદિરમાં હોંકારો દેનાર