સપના અળવીતરાં - ૪૨

(38)
  • 2.9k
  • 5
  • 1.2k

શું બોલી ગયો કેયૂર? એનો અર્થ એ જ થાય જે પોતે કરી રહ્યો હતો, કે બીજો કંઇ?... આદિ નું માથું ચક્કર ચક્કર ફરતું હતું. આ બોલતી વખતે કેયૂર ના ચહેરા પર જે ભાવ હતા, એવા જ ભાવ આદિત્ય એ પહેલા પણ જોયા હતા... કે. કે. ના ચહેરા પર... અને અરીસામાં પોતાના ચહેરા પર પણ!શું નહોતું તેની પાસે? એક વેલ સેટલ્ડ ડોક્ટર, પ્રેમાળ પરિવાર, ઘરનું ઘર... હા, ખન્ના જેવો બંગલો નહિ, પરંતુ ફ્લેટ પણ આલિશાન હતો. સંઘર્ષ નો સમય વીતી ગયો હતો. તેના સમાજમાં તો બધા તેને 'ઉગતો સુરજ' જ કહેતા હતા. છતાં, કે. કે. ની લાગણી સામે તેણે પોતાની લાગણી