થેલીનું ટિફિન

(40)
  • 2.4k
  • 832

સવારનાં સાત વાગ્યે ગામની એકમાત્ર મુખ્ય શેરીમાં લોકોની અવરજવર શરૂ થઈ ગઈ હતી. માથે ગોળી મૂકી ડેરીએ દૂધ ભરવા જતી સ્ત્રીઓ , ભેંસુ લઈ તળાવે પાણી પાવા જતાં પુરુષો , સ્ત્રીઓ , યુવતીઓ અને કોઈ કોઈ તો નાના નાના છોકરા છોકરી શેરીને વધું ચેતનવંતી બનાવતાં હતા. હજી ક્યારેક નીકળતાં બળદગાડામાં તગારા , કુહાડી , દાતરડા , ખુરપી , બોઘણાં , હાથે બનાવેલાં લાકડીના સોટા ને ગળણા દેખાઈ આવતાં હતાં . હજી તો ગામ જાગ્યું જ હતું. થોડી ઘણી જે દુકાન હતી તે હજી કદાચ ખુલવાની તૈયારીમાં હતી. સૌ પોતાનાં દિવસની શરૂઆતમાં મગ્ન હતાં . ' એ...એ....' કહેતાં