શ્રાપ

(51)
  • 2.7k
  • 2
  • 758

રાજલબાનો મગજ સવારથી તપેલો હતો. પાડોશી મૂકતામાને ત્યાં હમણા ચહેલપહેલ બહુ જ રહેતી, એમની વહુએ બે બાબાને જન્મ આપ્યો હતો, એમાં તો મૂકતામા ફૂલાઈ ને ફાળકો થઈ ગયા હતા. હજી દસ મહીના પહેલા જ દિકરો પરણાવેલો, તેડવા મુકવાનું, સગ઼ાવહાલામાં આવવા જવાનુ જાણે હજી પત્યુ અને તરત સીમંતનો પ્રસંગ આવીને ઉભેલો. રાજલબાને ગમ્યુ તો નહોતુ બાળકોને રમાડવા જવુ પણ વહેવાર સાચવવા જઇ આવેલા. પણ બે દિકરાનો જન્મ થયો એમાં મૂકતામા હરખાય એના કરતા રાજલબા દુઃખી થઈ ગયેલાં. છોકરા રમાડવા ગયા ને રાજલબા તો એકદમ આભા જ થઈ ગયેલા. જાણે બે કનૈયા સાથે આવ્યા હોય એવા જ બન્ને બાળકો લાગતા હતા. રાજલબાનો