વેદના - એક માળાની વાર્તા

  • 2k
  • 1
  • 542

ઉનાળાની રજાઓ શરૂ થઇ ગઇ હતી. રજાઓ હોવાથી સવારના દોડભાગના દિનક્રમ માં થોડી રાહત મળી હતી. પણ અાંખો સામે ઉનાળાની રજાઓમાં કરવાના કામોની એક ભલીમોઠી યાદી તૈયાર જ હતી. ખીચુંના પાપડ, અડદના પાપડ, ચકલી, અને ઘરની સાફસફાઈતો વાટ જોઇ રહી હતી. એક સવારે મારી દિકરી અક્ષરા એકદમ ઉત્સાહમાં મારી પાસે દોડતી જ અાવી અને અાપણા પોર્ચમાં મનીપ્લાન્ટ પર બે પક્ષીઓ માળા બનાવી રહયાનું કહેવા લાગી. અને એ બતાવવા રીતસર મારો હાથ પકડીને ખેંચતી જ લઇ ગઇ. પોર્ચમાં ઠીક દરવાજા સામે જ મનીપ્લાન્ટ પર પક્ષીઓનું માળા બનાવવાનું કામ પૂરજોશમાં ચાલુ હતું. નીચે દોરા, ઘાસના તણખલા, થોડું કપાસ, પાતળી લાકડીના ટુકડા અને