એક પાગલ પ્રેમી ની અધૂરી દાસ્તાન....

(12)
  • 2.3k
  • 1
  • 585

પ્રિય વાચક મિત્રો, આજે હું તમારી સામે મારી પહેલી સ્ટોરી રજુ કરી રહ્યો છો. આ મારી પહેલી શરૂઆત છે આશા છે કે તમને જરૂર પસંદ આવશે. જો તમને મારી સ્ટોરી પસંદ આવે તો તમારા અભિપ્રાય જણાવવા વિનંતી...લોખંડની સાંકળો પગમાં ને બંને હાથોમાં પણ એવી જ કાટ ચડેલી બેડીઓ બાંધેલ પાગલ માણસો પાગલખાનાંની દીવાલે બાંધેલી ખૂંટીએ બાંધેલ હતા! કોઈ ખડખડાટ હસતું હતું તો કોઈ બેફામ રડતું હતું! કોઈ પોતાના જ શરીર ઉપર ઘા કરી રહ્યું હતું તો કોઈ પોતાના કપડાં ફાડી રહ્યું હતું! દરેક પુરુષ અને સ્ત્રી એક અલગ જ વિચિત્ર હરકતમાં વ્યસ્ત હતા.કોઈ પાગલ સ્ત્રી પોતાના સાવ ખાલી પેટ ઉપર