ચપ્પલ ચોર

(27)
  • 3.5k
  • 2
  • 730

સવજી આજે હવામાં ઉડતો હતો, એની પેડલ સાયકલ આજે બધા બ્રિજ સડસડાટ ચડતી હતી. એની ખુશીનો કોઈ પાર ન્હોતો. એ સીધો પોતાની પેડલ સાયકલ લઇને મદિર ગ્યો. સેન્ડલ એણે પગથિયાં પાસે કાઢ્યા અને પગથિયાં ચઢવા પગ ઉપાડ્યો પછી રોકાઈ ગ્યો પાછો આવ્યો સેન્ડલ લીધાં અને કોઈની નજર ના પડે એમ ખૂણામા પોતાના સેન્ડલ મુકી આવ્યો. કદાચ એને યાદ આવ્યું હશે કે મઁદિરમાથી ચપ્પલ ચોરાઈ જતી હોય છે જ્યારે આ તો સેન્ડલ હતાં એ પણ નવા અને એ પણ વુડલેન્ડના આજે કેટલાં વર્ષે એનું સપનું પુરું થયું હતું.. આજે એણે વુડલેન્ડના સેન્ડલ ખરીદ્યા હતાં...એનો હરખ માતો ન્હોતો. એને જાણે દુનિયા જીતી