ખોફનાક ગેમ - 3 - 3

(62k)
  • 5.2k
  • 7
  • 2.4k

હવેલીની બાઉન્ડ્રી પાસે એક વડનું મોટું વૃક્ષ તેની નજરે ચડ્યું અને તે વૃક્ષની મોટી ડાળીઓ અને વડવાઇઓ હવેલીની બાઉન્ડ્રીની અંદર ફેલાયેલી હતી. આદિત્ય તરત તે વડના વૃક્ષ ઉપર ચડી ગયો. ઉપર ચડી ગયા બાદ થોડીવાર તે વૃક્ષ પર બેસી રહ્યો અને હવેલીની બાઉન્ડ્રી અંદરની હિલચાલ જોવાનો પ્રયન્ત કરવા લાગ્યો. અંદરના તે પ્રાંગણમાં કોઇ જ ન હતું. હવેલીની ઇમારતની બહાર અને બાઉન્ડ્રીની અંદરના તે પ્રાંગણમાં ચારે જંગલી ઘાસ ઊગી નીકળ્યું હતું. તે સિવાય મોટાં મોટાં વૃક્ષો ઊગેલાં હતાં. અંદર બનાવેલો બગીચો માવજત વગર સુકાઇ ગયો હતો.