આપણું પોતાનુ

(21.8k)
  • 4.4k
  • 2
  • 995

ઘરે આવતાજ મયંક આનંદ અને નવાઈથી જોઇ રહ્યો. અનુ એક પાંચેક વર્ષની છોકરી સાથે રમતી હતી. મયંકને પછી ખ્યાલ આવ્યોકે આ સામેનો ખાલી ફ્લેટ ભાડે આપવો છે એવુ મકાન માલિક કહેતા હતાં, તો આ રિયા નવા આવેલા પડોશીની દિકરી છે. ધીરે ધીરે ઘરનુ વાતાવરણ બદલાતૂ ગયુ. અનુ અને મયંકને પોતાનુ સંતાન તો નહોતુ એટલે આ રિયાના આવવાથી અનુ ખુશ રહેવા લાગી. રિયાને ખીર બહુ પસંદ તો વારેવારે ખીર બનવા માંંડી, રિયા વાતે વાતે હક્ક જતાવતી, ફરમાઈશ કરતી, અરે, અનુના શોપિંગ લિસ્ટમાં પણ રિયાની ફરમાઈશ જગા લેવા માંડી, ક્યારેક પીન્ક ફ્રોક, ક્યારેક એણે માંગેલૂ ટેડી, મયંક વિચારમાં પડી જતો, આટલી જલ્દી રિયા