દીવાની

(20)
  • 3.3k
  • 1
  • 1.7k

"દીવાની , એ દિવાની..ચલ ઉઠ સાત વાગી ગયા છે. કોલેજમાં નથી જવું? હજુ કોલેજ શરૂ થવાને છ મહિના જ થયા છે. એમ આળસ કરીશ તો કેમ ચાલશે? ભણવું તો પડશે જ ને?" દીવાનીની માતા રમિલાબહેન દીવાનીને નીંદરમાંથી ઉઠાડતા કહેતાં હતાં. દીવાનીના પપ્પા કલેકટર ઓફિસમાં અધિકારી તરીકે નોકરી કરતા હતાં. એક શહેરમાંથી તેમની અહી બદલી થઇ હતી. શહેરથી અજાણ હતા.પરિવારમાં બે જ દીકરીઓ હતી. દીકરાની ઝંખના હતી પણ એ નસીબે પૂરી ન થવા દીધી. મોટી દીકરી દીવાની શહેરની જાણીતી કોલેજમાં કોમર્સના બીજા વર્ષમાં ભણતી હતી. નાની બહેન સુહાની બારમાંમા ભણતી હતી. દીવાનીના પિતા કુંદનભાઈ જોશિયારા સરકારી અધિકારી હોવાને લીધે સરકારી ક્વોટામા