ફેસબુક પ્રેમ...શું શક્ય છે ??

(7.9k)
  • 6.1k
  • 2.9k

કાવ્યા ક્યારની તેના ઘડિયાળ માં જોતી હતી કે ક્યારે ક્લાસ પૂરો થશે.આજે તેને ખુબ જલ્દી હતી કારણ કે આજે તે પ્રથમ ને મળવાની હતી. પહેલા કાવ્યા કોણ છે તે જાણીએ. કાવ્યા એકદમ બોલકી અને આંખો માં સપનાઓ થી ભરેલી છોકરી. તેનું હંમેશા થી એક સપનું હતું પરફેક્ટ લાઈફ પાર્ટનર નું,તે એકદમ સુલજેલો અને સમજણ શકતી વાળો , સ્વતંત્ર અને થોડા આધુનિક વિચારો વાળો, બુદ્ધિમત્તા થી ભરેલો અને સ્ત્રીઓ નું સમ્માન કરે એવો હોવો જોઈએ. કાવ્યા ના પોતાના વિચાર પણ એકદમ અલગ જ હતા , તેને પોતાની મરજી થી પોતાનું જીવન જીવવાનું પસંદ હતું