નિયતી...

(17)
  • 2.1k
  • 616

દિવસ ક્યારનોય ઊગી ને આગળ વધી રહ્યો હતો પરંતુ તેના બચવાની આશા ઘટતી જઈ રહી હતી.એને હજી જીવવું હતું, તેને પોતાના સપનાં પૂરા કરવા હતા, તેને પોતાના ઘરડાં માં - બાપ ની સેવા કરવી હતી પણ ન જાણે મૃત્યુ તેને પોકારી રહ્યું હતું.કદાચ આ જ હશે નિયતી તેની.... હજી તો લગ્નજીવન માણવાની શરૂઆત થઈ હતી. નવા નવા લગ્ન થયા હતા તે પણ ગમતી છોકરી સાથે. હા અમુક લોકોની મરજી વિરુદ્ધ કરેલા પરંતુ માં બાપ ના આશિર્વાદ તો હતા જ. સમીર એક તેજસ્વી આશાવાદ યુવાન તથા ઘરડાં માં - બાપ નું એકનું એક સંતાન. તેના માબાપે કેટલીય બાધા માનતા કરી હશે અને