સપના અળવીતરાં - ૪૭

(45)
  • 3.3k
  • 6
  • 1.3k

સમીરા!!!એની યાદ આવતાજ રાગિણી ના શરીરમા આવેલી કંપારી કેયૂરે પણ અનુભવી. પણ તેણે મૌન રહેવાનું જ પસંદ કર્યું. તે ઇચ્છતો હતો કે રાગિણી આજે બધુજ બોલી દે... એકદમ હળવી થઇ જાય... એના મનનો બધોજ ભાર ઉતરી જાય... "એ રાત હું મારી જિંદગીમાં ક્યારેય ન ભૂલી શકું. "કેયૂર ના હાથ પર રાગિણી એ પોતાનો બીજો હાથ મૂકી સ્હેજ દબાવ્યો. અંદરખાને ક્યાક તેને એવી ઇચ્છા હતી કે કેયૂર ના હાથની સંવેદના શારિરીક સીમા તોડી તેના હાથમાં પ્રવેશે... પણ એ શક્ય બનતું નહોતું. ક્યાંક કશીક અડચણ હતી જે વર્તુળ પૂરુ થવા નહોતી દેતી. કેયૂર ની આંખમાં, પોતાનો હાથ થપથપાવી રહેલા કેયૂર ના હાથમાં, તેની