દસ ની નોટ

(47)
  • 2.4k
  • 3
  • 808

સવારના લગભગ દસેક વાગ્યા હશે. રાતના પડેલા વરસાદની ભીનાશ રસ્તા ઉપર હતી. હું બજારમાં જતો હતો. એટલામાં યાદ આવ્યું કે મોબાઈલમાં રીચાર્જ પૂરું થવા આવ્યું છે. હું મારા મોબાઈલની કોઈપણ સમસ્યા માટે મોટાભાગે એક જ દુકાને જાઉં છું. હું ત્યાં પહોંચી ગયો. મારું કામ પતાવ્યું. ઘડીક દુકાને બેસી આડીઅવળી વાતો કરી. દુકાનની સામે બદાણીયા નો અંગકસરત નો ખેલ હજુ હમણાં જ પૂરો થયો હોય તેવું લાગતું હતું. એક સ્ત્રી બેઠી છે, તેની આગળ ઢોલ પડ્યો છે. આગળ કોથળો પાથરેલ છે. આ લોકો બાળકો પાસે બાળમજૂરી કરાવે તે જોઈ થોડી ધ્રુણા થઇ.