અંગારપથ - ૨૧

(254)
  • 8k
  • 11
  • 5.9k

અંગારપથ. પ્રકરણ-૨૧. પ્રવીણ પીઠડીયા. પણ, એ એટલું આસાન નિવડવાનું નહોતું. શેટ્ટીએ સંજય બંડુનાં સગડ મેળવ્યાં હતા. તેનો એક દોસ્ત હતો ’દિનુ ખબરી’. જે બંડુને ગોવાથી બહાર નીકળવામાં મદદ કરવાનો હતો એવી પાક્કી માહિતી તેને મળી હતી. શેટ્ટીએ દિનું ખબરી પાછળ પોતાનો એક માણસ લગાવી દીધો હતો જેણે હમણાં જ મેસેજ મોકલ્યો હતો કે બંડુ અને તેનાં માણસો દક્ષિણ ગોવાથી એક સાધારણ બોટમાં બેસીને ભાગવાની તૈયારીઓ કરી રહ્યાં છે. એ બોટની વ્યવસ્થા દિનુ ખબરીએ જ કરાવી આપી છે. અર્જૂન પવાર અને જનાર્દન શેટ્ટી માટે આટલી જાણકારી કાફી હતી. તેમણે પોતાનાં યુનિટને સીધા જ દક્ષિણ ગોવાનાં એક અજાણ્યાં બીચ તરફ આગળ