આજકાલ ગુજરાત ના દરેક યુવા ને એક જ લાલસા છે, સપનાઓ ના દેશ કેનેડા જવાની !! કેનેડા માં દર વર્ષે આશરે ૧૨.૧% ભારતીય આવે છે, વર્ષ ૨૦૧૯ ના ૧૨.૧% માં એક હું પણ હતો. ડિસેમ્બર ની હાડકા થીજાવતી ઠંડી માં, મેં કેનેડા ની ધરતી (આમ તો બરફ) પર પગ મુક્યો. શિયાળા માં કેનેડા એકદમ શાંત ને ઠંડુ હોય છે, ચારેય તરફ નાના નાના બરફ ના પહાડો, ઝાડ પાર પંખી તો છોડો પત્તાં પણ જોવા ના મળે! સફેદ રંગ નું સામ્રાજ્ય ચારેય તરફ સ્થપાયેલું હોય છે ને અજવાળું, નામ માત્ર જ હોય છે.વાતાવરણ માં એક વિચિત્ર ગમગીની હોય છે