ઇલેક્ટ્રિક વ્હીકલ – સરકારશ્રી દ્વારા લેવામાં આવી રહેલ નીતિ વિષયક પગલાઓ

  • 2.5k
  • 846

અગાઉના “ઇવીનો ઉત્પાત” વિષય પરના લેખમાં ઇલેક્ટ્રિક વ્હીકલ વિશે પ્રાસ્તાવિક વિગતો જોઇ. છેલ્લા વર્ષોમાં આપણે જોયું કે, સરકાર દ્વારા સર્વગ્રાહી વિકાસ માટે અતિ મહત્વના અને દૃઢ પગલાઓ જેવા કે, જન ધન યોજના, નોટ બંધી, જીએસટી, સ્વચ્છ ભારત અભિયાન, મેઇક ઇન ઇન્ડિયા, પ્રધાન મંત્રી ઉજ્જવલા યોજના, ઉડાન, સ્ટાર્ટઅપ વગેરે લઇ, મોટા પાયે અગણિત ફેરફારો કરવામાં આવ્યા. આ લેખમાં આવી જ એક દીર્ઘ દ્રષ્ટી વાળી નીતિ કે જે દેશનું ભવિષ્ય બદલવા સક્ષમ હશે તેવી ઇલેક્ટ્રિક વ્હીકલની નીતિ સંદર્ભમાં લેવામાં આવેલા અને આવી રહેલ પગલાઓની વિગતો નીચે મુજબ છે.પગલાઓભારત ઇલેક્ટ્રિક વાહનોનું વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર બને તેવા લક્ષ્ય સાથે 2019-20ના બજેટમાં કેન્દ્રિય નાણા પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા નીચે