અનોખું સેવા કાર્ય

(19)
  • 5.1k
  • 1
  • 977

*અનોખું સેવા કાર્ય* સ્થાનિક અખબારના બે પત્રકારો બચુભાઈના ઘરે અચાનક આવી ચઢ્યા જેની જાણ ખુદ બચુભાઇને નહોતી. અચાનક આવેલ આગંતુકોને જોઈ બચુભાઇ ડઘાઈ ગયા. પત્રકારોએ પોતપોતાની ઓળખાણ આપી અને શેના માટે આવ્યા તે જણાવ્યું. બચુભાઈ શહેરના એક પરા વિસ્તારમાં મધ્યમ વર્ગની રહેણાંક વિસ્તારમાં એક ચાર માળના એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે ૧ બેડરૂમ હોલ કિચનમાં પત્ની અને બે બાળકો એમ ચાર જણ પરિવાર સાથે રહેતા હતા. દિનકરભાઈ રાજપરા ઉર્ફે બચુભાઈ ૬૦ વર્ષની ઉંમરે પોતાનો નાનો ઇલેક્ટ્રીક રીપેરીગનો વ્યવસાય કરતા હતાં. મોટો દીકરો કોલેજ ભણતો હતો. નાનો બારમા ધોરણમાં ભણતો હતો.પત્ની દિવ્યાબેન ઘરકામ કરતાં હતાં. પત્રકારે પૂછ્યું : તમે ક્યારથી આ અનોખી સેવાનું