ડાર્ક મેટર (ભાગ-૧)

(25)
  • 3.9k
  • 2
  • 1.3k

ડાર્ક મેટર (ભાગ-૧) રાત્રિ દરમિયાન માનવસર્જીત પ્રકાશનું પ્રમાણ નહિવત હોય એવી અંતરિયાળ જગ્યાએથી ક્યારેય આકાશને જોયું છે? ટમટમતા તારલાઓ અને ગ્રહોની વચ્ચે અવકાશી ચંદરવાને પૂર્વથી પશ્ચિમ સુધી કવર કરતો આછા સફેદ વાદળ જેવો એક પટ્ટો ઉગે છે. આ પટ્ટાને ધ્યાનથી અવલોકો તો એનો નજારો ખરેખર અદભૂત હોય છે. એમાંય જ્યારે તમને ખબર પડે કે આ આછો સફેદ પટ્ટો બીજુ કંઇ નહીં પણ દૂધગંગા તરીકે ઓળખાતી આપણી આકાશગંગા જ છે ત્યારે આશ્ચર્યનો પાર રહેતો નથી. અંગ્રેજીમાં The Milky Way તરીકે ઓળખાતી આ આકાશગંગા આપણી જ આકાશગંગા છે. આકાશગંગા જેમાં આપણે રહીએ છીએ. પૃથ્વી, ચંદ્ર, અન્ય ગ્રહો અને સૂર્ય એમાંજ આવેલાં છે.