દુશ્મન - 9

(19)
  • 3.2k
  • 2
  • 1.3k

પ્રકરણ - 9 ગઈ રાત્રે સૂતી વખતે આકુનો ચહેરો વારંવાર નજર સામે ફરતો રહ્યો. અરે યાર, આકુ એટલે આકૃતિ. એનું આકુ નામકરણ મેં કાલે જ કર્યું. મેં પણ નહીં, મારા અન્કોશિયસ માઈન્ડે કર્યું! એમાં ખોટું પણ શું છે? હું આશુ અને એ આકુ, મસ્ત જોડી છે ને? અરે, એનું નામ પણ ‘અ’ પરથી છે! ગજબનો સંયોગ છે, નહીં? બાય ધ વે, આકુનાં વિચાર આખી રાત મને પજવતા રહ્યા! આંખ બંધ કરું કે તરત જ એનું મધમીઠું સ્માઈલ નજર સામે તરવરી ઉઠતું! છેક પરોઢીયે આંખ લાગી તો ખરી પરંતુ એલાર્મ વાગ્યા પહેલાં જ ખૂલી પણ ગઈ. કારણ