ઘરઆંગણે વન ઇન્દ્રોડા પાર્ક ગાંધીનગર

(13)
  • 6k
  • 1
  • 1.2k

ગાંધીનગર પાસે નવા ગિફ્ટસિટી રોડ પર ઇન્દ્રોડા નેચર પાર્કની મુલાકાત લીધી. હું 20 વર્ષ બાદ ફરીથી ગયો અને જોયું કે સાવ જ નવો થઈ ગયો છે. તે વખતે તો એક અજગર, બે ચાર હરણ અને હરવા ફરવા માટે જંગલ જેવો અસ્તવ્યસ્ત બાગ હતો.હવે તો અનેક આકર્ષણો ઉમેરાયાં છે. એન્ટ્રી ની 30 રૂ. વ્યક્તિ દીઠ અને કાર ની પણ 30 રૂ. ટિકિટ છે. ટુ વ્હીલર ની ઓછી છે. પાર્કિંગ ખુલ્લું, મોટું છે. સુંદર ગેઇટ આપણું સ્વાગત કરે છે.પાર્ક સવારે 8 થી સાંજે 5.30 ઓક્ટોબર થી ફેબ્રુઆરી અને પછી 6 વાગ્યા સુધી ખુલ્લો હોય છે. અંદર પ્રવેશતાં જ ડાયનોસોર પાર્ક આવે છે. ગુજરાતના જ