તહેવાર અને વહેવાર

  • 4.9k
  • 1
  • 1.6k

તહેવાર અને વહેવાર આ બે શબ્દો ભારતીય સંસ્કૃતિ,ભારતીય ગરિમા ની અનુભૂતિ કરાવે છે.ભારત દેશ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. અહીં ભાત ભાતની જાત જાત ની સંસ્કૃતિ નાં દર્શન થાય છે. ભારત માં જેટલી ભાષા નથી બોલાતી એનાં કરતાં વધારે તહેવારો ઉજવવામાં આવે છે. દરરોજ કોઈને કોઈ ધર્મ નો કોઈને કોઈ તહેવાર હોય જ. દરેક તહેવાર એ આપણી સંસ્કૃતિ ની ઓળખ છે. દરેક દેશની એક આગવી વિશેષતા હોય છે આ વિશેષતા તે દેશોના તહેવારો પરથી જાણી શકાય છે. તે જ રીતે ભારત ની વિશેષતા ઉજાગર કરતાં અનેક તહેવારો ઉત્સવો દેશના લોકો હળીમળીને ઉજવે છે. તહેવાર નું બીજું નામ ઉત્સવ છે. ઉત્સવ એટલે