હમસફર - 7 - Last Part

(47)
  • 3.7k
  • 5
  • 1.4k

રિયા પાસેથી પોતાના માટે 'જીગરજાન' વિશેષણ સાંભળી અમિતના મનમાં થોડી હાશ નો અનુભવ થયો પણ રિયાની ઈચ્છા તો અમિતને ને વધુ પજવવાની હતી. રિયાએ અમિતનો હાથ પકડી પોતાની પાસે બેસાડતાં કહ્યું, "જો અમિત તું મારો ખાસ દોસ્ત છે, આપણા બંનેના સ્વભાવ પણ સરખા છે, પણ તને મેં ક્યારેય એક બોયફ્રેન્ડની નજરથી જોયો નથી, માટે તું પણ મારા વીશે ક્યારેય એવું ન વિચારતો." રિયાની વાત સાંભળી અમિતને લાગ્યું કે તેના ધબકારા બંધ થઈ જશે. વળી તે હસતાં હસતાં બોલી, "એનો મતલબ એવો નથી કે બોયફ્રેન્ડ મળી જશે તો હું તને છોડી દઈશ..! તારો પીછો તો જિંદગીભર નથી છોડવાની." કહી તે ચૂપ