ઊંડા અંધારેથી

(12)
  • 4.8k
  • 3
  • 1.3k

અમારૂં મ્યુઝિક ગ્રુપ એક ખ્યાતનામ સ્પર્ધા માટે તૈયારી કરી રહ્યું હતું. અમે 13 લોકો, હું 24 વર્ષનો શિક્ષક અને 12 કિશોર કિશોરીઓ જૂનાગઢ આવી પહોંચ્યાં હતાં. ફાઇનલ રિહર્સલ પત્યું. સહુએ રાહતનો શ્વાસ ખેંચ્યો. 'હુરર.. ચાલો ક્યાંક આજુબાજુ ફરવા જઈએ.' શોડષિ કન્યા તદ્રૂપા ટહુકી ઉઠી.'સર, સાસણ પાસે એક ગુફા છે. ચાલો એની સેર કરીએ. ગિરનાર ચડવું કોમન થઈ ગયું.' મનીષ ઉત્સાહથી બોલી ઉઠ્યો."એ સાહસવીર, ભુલા પડશું તો આટલી મહેનતે તૈયાર કરેલું એળે જશે. ચાલોને સોમનાથ દાદા જ જઈ આવીએ?" ધીર ગંભીર ગામીની બોલી. “અરે, જુવાનીનું જૉમ છે, ઉપર ખુલ્લું વ્યોમ છે..”શીઘ્રકવિ મનન બોલી ઉઠ્યો.મેં પણ ટ્રેકિંગના સુચનને વધાવી લીધું. અમે ભાડાની સાઈકલો પર નીકળી