અતુલના સંસ્મરણો - ભાગ -૨ -૬

  • 3.4k
  • 1
  • 956

પ્રકરણ ૬ બુઢે દરોગાને ચશ્મેસે દેખા... મારા એક નજીકના સંબંધી સીટી મેજિસ્ટ્રેટ ટ્રાન્સફર થઈ વલસાડ આવ્યા. તેઓ એકલા હોવાથી એમના માતૃ શ્રી સાથે આવેલા. વલસાડ માં તેમને બંગલો અને ઑર્ડરલી વગેરે જરૂરી સરકારી સવલત મળેલી. તેઓ શ્રી તો તેમ ના કોર્ટના કામકાજમાં રચ્યાપચ્યા રહે. કોર્ટ બાદ વકીલ તેમને મળવા આવે તેથી તેઓ હમેશાં કામમાં વ્યસ્ત રહે. વલસાડ માં કોઈ ઓળખીતું કે સગુંવહાલું નહી તેથી તેમના માતૃ શ્રી એકલા એકલા કંટાળે મારા પત્ની તરલા અને તેમને નજીકનો સબંધ એટલે તે અવાર નવાર મારે ત્યાં આવે. ચાર સ્ત્રીઓ ભેગી થાય એટલે આડોશ પાડોશમાં વાતચીતનો દોર ચાલે. ધીરે ધીરે બધાને જાણ થઈ તરલા