વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-12)

(31)
  • 2.8k
  • 2
  • 1.1k

પ્રકરણ – 12 “પિસ્તોલ પહેલી જશે કે છરી?”તેણે પૂછ્યું. “બંને સાથે જશે.” મેં કહ્યું. અમે બંનેએ એકબીજાની સામે જોયું. મેં ઊંડો શ્વાસ લીધો. અમે પ્રવેશ્યા...... કુખોઝૂ.... વિશાળ ગુફા.... બંને બારીઓમાંથી સારો એવો પ્રકાશ ગુફામાં રેલાઈ રહ્યો છે. મેં ગુફામાં નજર દોડાવી. કોઈ ત્રીજો મનુષ્ય નથી..... પણ.... જાનવર છે.... જંગલી જાનવર..... ઝરખ કે વરૂ?... જે હોય તે... છે ખતરનાક.... અમારાથી પંદરેક ફૂટ દૂર છે. એ જમીન પર કઈંક સૂંઘી રહ્યું છે. તેણે નજર ઉઠાવી. અમને જોઈ રહ્યું. સહેજ ઘૂરક્યું. તેની ચામડી સહેજ થથરી. ચામડી પરના ભરચક વાળમાં જાણે એક તરંગ પ્રસર્યું. તેની મોટી આંખો અમારી સામે મંડાયેલી છે. તેની પૂંછડી સહેજ